બાળ અભિનય ગીતો @ બાલ રમતો

બાળ અભિનય ગીતો @ બાલ રમતો




[૧]
આવડા અમથા વાંદરાભાઈને
સિનેમાનો શોખ (૨)
ધોતી પહેરી ઝભ્ભો પહેર્યો ()
ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ
આવડા અમથા...
લાકડી લીધી ચશ્મા પહેર્યા (૨)
ચાલી નીકળ્યા આમ,ચાલી નીકળ્યા આમ
આવડા અમથા...
પહેલા નંબરની ટિકિટ કપાવી (૨)
જોવા બેઠા આમ, જોવા બેઠા આમ
આવડા અમથા...
સિનેમામાં તો ધડાકો થયો (૨)
ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ
આવડા અમથા...
ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા (૨)
ટોપી ફેંકીઆમ, ટોપી ફેંકી આમ
આવડા અમથા...
[૨]
અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર
તને ચકલી બનાવી દઉં, તને ચકલી બનાવી દઉં
જુઓ આ ટોપલી છે ખાલી (૨)
તેમાં પરી આવે મતવાલી (૨)
મારી ટોપલીમાં જાદુ, તેમાં પરીને બેસાડું
તેનું સસલું બનાવી દઉં, તેનું સસલું બનાવી દઉં
અંતર મંતર જંતર
જુઓ આ ગંજીફાની રમત (૨)
રમતમાં છે મોટી ગમ્મત (૨)
પહેલા રાજા આવે છે, પછી રાણી આવે છે
તેને ગુલામ બનાવી દઉં,  તેને ગુલામ બનાવી દઉં
અંતર મંતર જંતરજુઓ આ નાનો  છે ઠિંગ્ગુ (૨)
તેનું નામ પાડ્યું છે મેં તો પિંગ્ગુ
પિંગ્ગુ ખૂબ દોડે છે, ઊંચા પહાડ કૂદે છે
એનું લીંબુ બનાવી દઉં, એનું લીંબુ બનાવી દઉં
અંતર મંતર જંતર
[૩]
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
હા હા હા હો હો હો હા હા હા પતંગિયા

બાળકો બાગમાં રમવાને આવતા
દોડાવી દોડાવી થકવી એ નાખતા
મન મારું મોહી લેતા રે પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા
ફૂલડે ફૂલડે આમતેમ દોડતા
આકાશે ઉડતાને હાથમાં ન આવતા
મન મારું મોહી લેતા રે પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા
[૪]

બટુકભાઈ કેવડા હતા રે (૨)
બટુકભાઈ આવડા હતા રે (૨)
બટુકભાઈ કેમ કરી પાણી પીતાતા
બટુકભાઈ ઘટર ઘટર,
બટુકભાઈ ઘટર ઘટર પાણી પીતાતા ... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી ખાણું ખાતાતા
બટુકભાઈ ભચડ ભચડ,
બટુકભાઈ ભચડ ભચડ ખાણું ખાતાતા... બટુકભાઈ
 બટુકભાઈ કેમ કરી કચરો કાઢતાતા
બટુકભાઈ આમ કરી,
બટુકભાઈ આમ કરી કચરો કાઢતાતા... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી કપડાં  ધોતાતા
બટુકભાઈ આમ કરી,
બટુકભાઈ આમ કરી કપડાં  ધોતાતા... બટુકભાઈ
[૫]

મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)
સોબતીઓની સંગે રે (૨)
મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)
ચકચક કરતા ને ચીં ચીં કરતાં (૨) 
ચકડોળમાં બેસી જઈએ રે (૨) 
મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)
તબડક તબડક કરતા કરતા (૨)
ઘોડા પર બેસી જઈએ રે (૨)
મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)
 લાલ પીળા ફૂગ્ગા ફોડતાં ફોડતાં (૨)
જલ્દી ઘેર પહોંચી જઈએ રે (૨)
મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)



[૬]
બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય
બસ રીક્ષામાં ચક્કર આવે, ચાલતાં ચાલતાં જાય
બિલાડીનું નાનું બચ્ચું
ચહેરા પર એ હિંમત રાખે, પણ મનમાં મુંજાય
રસ્તાની એ ડાબે ચાલે, હળવે હળવે જાય
બિલાડીનું નાનું બચ્ચું
કૂતરાભાઈ તો (હા ઉં હા ઉં) ટ્રાફિક પોલિસ
તરત સમજી જાય
સીટી મારે હાથ બતાવે, ટ્રાફિક થોભી જાય
બિલાડીનું નાનું બચ્ચું
મેળામાં તો સ્ટોલ ઘણાં છે, ખાવા મન લલચાય
મમ્મીનું એ યાદ આવ્યું કે, બહારનું ના ખવાય
બિલાડીનું નાનું બચ્ચું
[૭]

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં (૨)
નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં
બા પેલા બાગમાં
આંબાની ડાળે ટહુકે કોયલડી (૨)
કોયલની સાથી ગાઉં ગાઉં ગાઉં
બા પેલા બાગમાં
વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો (૨)
હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં
બા પેલા બાગમાં
છોડવે છોડવે ઊડે પતંગિયા (૨)
હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં
બા પેલા બાગમાં
હરિયાળી બાગમાં નાચે છે મોરલો (૨)
મોરલો બોલે મેં આઉં આઉં આઉં
બા પેલા બાગમાં

[૮] 
ઢિંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ઢમઢમ
લાલિયો મહરાજ લાડવા વાળે, શાક કરે છમછમ
ઢિંગલી તારા માંડવા
ચાખવા મીનીબેન બેઠાતા , જીભલડી ચમચમ
પમલો પેલો વાંદરો ફૂંકે, પિપૂડાં પમપમ
ઢિંગલી તારા માંડવા
જૂનાગઢથી જાન આવી છે, જાનડીઓ રૂમઝૂમ
દોડતાં પેહેલાં વેલડાં આવે, ઢોલ વાગે ઢમઢમ
ઢિંગલી તારા માંડવા
ઢિંગલીબાઈના પગમાં  ઝાંઝર, ઘૂઘરીઓ ધમધમ
નાકમાં એને નથણી સોહે, કેવી રે ચમચમ
ઢિંગલી તારા માંડવા
ઢિંગલીબાઈ તો સાસરે જાશે, આંસુડાં ટમટમ
લાગશે કેવા ઘરને શેર, સુના રે સમસમ
ઢિંગલી તારા માંડવા


[૯]
મમ્મા ઢીંગલ ઢીંગલ ઢીંગલ ,
પપ્પા ઢીંગલ ઢીંગલ ઢીંગલ 
હું તો  ઢીં...ગ...લી....(૨)
કપડાં ધો ધો કરું , મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ
પોતું કર કર કરું, મારી કમર દુ:ખી જાય (૨)
મમ્મા ઢીંગલ
કચરો વાળ વાળ કરું, મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ
ચૂલો ફૂંક ફૂંક કરું, મારી આંખો દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ

[૧૦]
કોયલ કૂ કૂ ગાય, મને ગાવાનું મન થાય
ગાવાનું હું શરૂ કરું ત્યાં,  પપ્પા મારા ખીજાય
કોયલ કૂ કૂ ગાય
ચકલી ચણ ચણ ખાય, મને ખાવાનું મન થાય
ખાવાનું હું શરૂ કરું ત્યાં,  મમ્મી  મારી ખીજાય કોયલ કૂ કૂ ગાય
ઉડતું પતંગિયું જોઈ, મને ઉડવાનું મન મન
ઉડવાનું હું શરૂ કરું ત્યાં, નીચે પડી જવાય
કોયલ કૂ કૂ ગાય
પથારીએ સુતાં , મને કઈ કઈ  વિચાર થાય
સુવાનું હું શરૂ કરું ત્યાં, સપને સરી જવાય
કોયલ કૂ કૂ ગાય

[૧૧]
એક ઢિંગલી સોહાણી લટકા-મટકા કરતી જાય (૨)
કાને કુંડળ પહેરીને, નાકે નથણી પહેરીને
લટકા-મટકા કરતી જાય (૨) 
હાથે કંગન પહેરીને, પગે ઝાંઝર પહેરીને
લટકા-મટકા કરતી જાય (૨) 
પગે સેંડલ પહેરીને, ખભે પર્સ ભેરવીને
લટકા-મટકા કરતી જાય (૨) 
(૧૨)
ઘોડાગાડી રીક્ષા, રીક્ષામાં બેઠા બાળકો
ઓ વહાલા બાળકો, તમે નિશાળ વહેલા આવજો
નિશાળ તો દૂર છે ભણવાની જરૂર છે
એકડો તો આવડે છે પણ બગડાની જરૂર છે
ઓ વહાલા
એકડો તો આવડે છે પણ બગડાની જરૂર છે
ઓ વહાલા
બગડો તો આવડે છે પણ તગડાની જરૂર છે
ઓ વહાલા
તગડો તો આવડે છે પણ ચોગડાની જરૂર છે
ઓ વહાલા
ચોગડો તો આવડે છે પણ પાંચડાની જરૂર છે
ઓ વહાલા
પાંચડો તો આવડે છે પણ છગડાની જરૂર છે
ઓ વહાલા
છગડો તો આવડે છે પણ સાતડાની જરૂર છે
ઓ વહાલા
સાતડો તો આવડે છે પણ આઠડાની જરૂર છે
ઓ વહાલા
આઠડો તો આવડે છે પણ નવડાની જરૂર છે
ઓ વહાલા
નવડો તો આવડે છે પણ દસડાની જરૂર છે
ઓ વહાલા
[૧૩]
લીલી પીળી ઓઢણી (૨)   ઓઢી રે મેં તો ઓઢી રે   
હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી  (૨)
હાથ કેરા કંગન (૨) પહેર્યા રે મેં તો પહેર્યા રે
હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી  (૨)  
કાન કેરા કુંડળ (૨) પહેર્યા રે મેં તો પહેર્યા રે
હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી  (૨)
નાક કેરી નથણી (૨) પહેરી  રે મેં તો પહેરી  રે
હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી  (૨)
પગ કેરા ઝાંઝર (૨) પહેર્યા રે મેં તો પહેર્યા રે
હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી  (૨)
[૧૪]
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨)
ઘાસ એ ખાય છે ને તાજો માજો થાય છે (૨)
દોડાવું તો દોડે છે ને થોભાવું તો થોભે છે (૨)
એના ઉપર બેસું ત્યારે લાગું હું મૂંછાળો
ઘૂઘરિયાળો (૨)
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨)  
રંગે એ કાળો છે પણ દિલનો બહુ રૂપાળો છે (૨)
ચાબૂકનું શું કામ છે ને ચેતક એનું નામ છે (૨)
તડબડ તડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો
ઘૂઘરિયાળો (૨)
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨) 
[૧૫]
પિપૂડીવાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો
ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો
કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે,
ચોરી પકડાય છે, ડંડા મરાય છે
તનમાંને મનમાં તનમનિયો મૂંઝાય  છે
પિપૂડીવાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો
ચોરી ગયો એ તો કેળાંનો કરંડિયો
કેળાં ખવાય છે, છોતરાં  ફેંકાય છે,
ચોરી પકડાય છે, ડંડા મરાય છે
તનમાંને મનમાં તનમનિયો મૂંઝાય  છે
પિપૂડીવાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો
[૧૬]
ચોલી પહેરીને હું તો નિશાળે ગઈ તી (૨)
ચોલી મારી ચલક ચલક થાય (૨)
બેની મારો લટકો જરા જરા જો જો
કંગન પહેરીને હું તો નિશાળે ગઈ તી (૨)
કંગન મારા ખણણ ખણણ થાય (૨)
બેની મારો લટકો જરા જરા જો જો
નથણી પહેરીને હું તો નિશાળે ગઈ તી (૨)
નથણી મારી ઝનન ઝનન થાય (૨)
બેની મારો લટકો જરા જરા જો જો
ઝાંઝર પહેરીને હું તો નિશાળે ગઈ તી (૨)
ઝાંઝર મારી છણણ છણણ થાય (૨)
બેની મારો લટકો જરા જરા જો જો

[૧૭]
ચકીબેન ચકીબેન 
મારી સાથે રમવા આવશો કે નહિ, આવશો કે નહિ  
બેસવાને ખાટલો, સુવાને પાટલો
ઓઢવાને પીંછાં આપીશ તને, આપીશ તને
ચકીબેન ચકીબેન 
   પહેરવાને સાડી, મોરપીંછાંવાળી
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને
ચકીબેન ચકીબેન 
ચક ચક અવાજે ચીં ચીં કરજે
ચણવાને દાણા આપીશ તને, આપીશ તને
ચકીબેન ચકીબેન
બા નહિ લડશે, બાપુ નહિ લડશે
નાનો બાબો તને ઝાલશે નહિ, ઝાલશે નહિ
ચકીબેન ચકીબેન

[૧૮]
પેલા ચકલીબાઈ એ માળા બાંધ્યા ઢંગા વગરના
પેલા દરજીડાને સુગરીબાઈના કેવા મજાના
પેલા ચકલીબાઈ એ
ઝાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂ ના રેસાના
કાબર કબૂતરને ઘૂવડ વળી કાગડા કોયલના
પેલા ચકલીબાઈ એ
પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના
સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના
પેલા ચકલીબાઈ એ
કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના
પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના
પેલા ચકલીબાઈ એ 
[૧૯]


મારા બારણાને ટોડલે ચકલી રમે,એની ઝીણી ઝીણી આંખ,
એની નાની નાની પાંખ,એ તો રમતી ને ઊડતી સૌને ગમે.
મારા ફળિયાને લીમડે પોપટ રમે,એની ગોળ ગોળ આંખ,
એની લીલી લીલી પાંખ, તો બોલતો ને ઊડતો સૌને ગમે.
મારા ઘરને તે આંગણે વાછરું રમે,એના સુંવાળા વાળ,
એની થનગનતી ચાલ,એ તો નાચતું ને કૂદતું સૌને ગમે.
મારી નાનકડી બેન મારા ઘરમાં રમે,એની કાલી કાલી બોલી,
એની આંખ ભોળી ભોળી,એ તો રમતી ને હસતી સૌને ગમે.
સૌને ગમેસૌને ગમે,ઘર મારું નાનું સૌને ગમે !
[20]

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
[21]
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
[22]

મેં તો ખોલી છે, સત્સંગ શાળા રે,
કોઇ ભણવાને આવજો.
સમજુ ચતુરને શાણા રે,
કોઇ ભણવાને આવજો.

એકડો ધુંટો તમે રામ નામનો,
બગડો બળભદ્ર બાળા રે,
કોઇ ભણવાને આવજો.
તગડો ઘુંટો તમે ત્રીભુવન રાયનો,
ચોગડો શંકર ભોળો રે
કોઇ ભણવાને આવજો.
પાચડો શંકર ભોળો રે,
છઠ્ઠે ચતુર્ભુજ શાણા રે,
કોઇ ભણવાને આવજો.
સાતડો ઘુંટો તમે સદગુરૂ દેવનો,
આઠડો કૃષ્ણજી કાળા રે,
કોઇ ભણવાને આવજો.

નવડો ઘુંટો તમે સતસંગ ભગવાનનો રે
દશમે દિગપાળા રે,
કોઇ ભણવાને આવજો.
[23]
રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.

મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.

જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.

દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.

રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.
[24]
ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”
[25]
કાળી ધોળી રાતી ગાય
પીએ પાણી ચરવા જાય
ચાર પગ ને આંચળ ચાર
વાંછરડા પર હેત અપાર
પાછળ પુંછડા પર છે વાળ
તેથી કરે શરીર સંભાળ
કાન શિંગ,બે મોટી આંખ
પૂંછડાથી ઊડાડે માખ
નરમ રુવાંટી લિસ્સું અંગ
ગેલ કરે વાંછરડા સંગ
દુધ તેનું ધોળું દેખાય
સાકર નાખી હોંશે ખાય
દહીં માખણ ઘી તેના થાય
તેથી બહુ ઉપયોઅગી થાય.


[26]


      ચાંદામામા મામા થઈને . . .       

ચાંદામામા મામા થઈને કેમ રહો છો દુર...???
આવો મુજને ખવડાવો ટોપરા ખજૂર...!!!
ચાંદામામા મામા...

જયારે પૂનમ રાત આવે જગમગતું અજવાળું,
રંગ રૂપેરી ચાંદનીમાં સૌ કોઈને નવડાવું...
ચાંદામામા મામા...

રંગ તમે રૂપાળા પાથરતા જગમાં અજવાળા,
વ્હાલા મામા વિના તમારા મારે ગેર અંધારા...
ચાંદામામા મામા...



[27]





      ચકીબહેન ચકીબહેન. . .

ચકીબહેન ચકીબહેન મારી સાથે રમવા
આવશો કે નહીં ? આવશો કે નહીં ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો,
 
ઓઢવાને પીંછા આપીશ તને, હું આપીશ તને. . .
ચકીબહેન ચકીબહેન. . .

પહેરવાને સાડી, મોર પીંછા વાળી,
 
ઘમ્મરીયો ઘાઘરો આપીશ તને, હું આપીશ તને. . .
ચકીબહેન ચકીબહેન. . .

ચક ચક ચણજો, ચીંચીં...ચીંચીં... કરજો,
 
ચણવાને દાન આપીશ તને, હું આપીશ તને. . .
ચકીબહેન ચકીબહેન. . .

બા નહીં લડશે, બાપુ નહીં વઢશે,
 
નાનો બાબો તો ઊંઘી ગયો, રે ઊંઘી ગયો. . .
ચકીબહેન ચકીબહેન. . .


[28]


સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

સાયકલ મારી સ..ર..ર..ર.. જાય,
ટીન ટીન ટોકરી બજાવતી જાય. .
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

શેઠભાઈ શેઠભાઈ આઘા ખસો,
 
આઘા ખસો નહીં તો પડી જશો,
શેઠભાઈ શેઠભાઈ ચાલ્યા તે ક્યાં ? ?
ચોપડા લઈને ચાલ્યા તે ક્યાં ? ?
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

ડોશીમા ડોશીમા આઘા ખસો,
 
બાકી રહ્યા મારે ગણા કામો,
ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં ? ?
છીંકણી સુંઘતા ચાલ્યા તે ક્યાં ? ?
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .

શેઠાણી શેઠાણી આઘા ખસો,
 
આઘા ખસો નહીં તો પડી જશો,
શેઠાણી શેઠાણી ચાલ્યા તે ક્યાં ? ?
છત્રી લઈને ચાલ્યા તે ક્યાં ? ?
સાયકલ મારી સ..ર..ર..ર.. જાય. . .


[29]

ગાલ્લી મારી ઘ..ર..ર..ર.. જાય. . .

ગાલ્લી મારી ઘ..ર..ર..ર.. જાય,
બળદ શીંગડા ડોલાવતા જાય,
ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય. . .
ગાલ્લી મારી. . .

ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં. . ?
 
લાકડી લઈને ચાલ્યા તે ક્યાં. . ?
મારી ગાડીમાં બેસો તમે,
રાજી રાજી બહુ થાશું અમે ! ! !
ગાલ્લી મારી. . .

ખેડુભાઈ ખેડુભાઈ ચાલ્યા તે ક્યાં. . ?
 
કોદાળી લઈને ચાલ્યા તે ક્યાં. . ?
મારી ગાડીમાં બેસો તમે,
રાજી રાજી બહુ થાશું અમે ! ! !
ગાલ્લી મારી. . .

બચુભાઈ બચુભાઈ ચાલ્યા તે ક્યાં. . ?
 
દોડતા દોડતા ચાલ્યા તે ક્યાં. . ?
કૂદીને ગાડામાં બેસો તમે,
ગાતા ગાતા ઘેર જાશું અમે ! ! !
ગાલ્લી મારી. .


[30]

સાગરમાં નાવ મારી. . .

સાગરમાં નાવ મારી સરરર જાય,
કાંઠે ઉભા ઝાડ કેવા નાના નાના થાય. . .
સાગરમાં નાવ મારી. . .

દૂર દૂર પંખીઓનો કલરવ થાય,
 
સમીરની મંદ મંદ વાંસલડી વાય. . .
સાગરમાં નાવ મારી. . .

સફેદ સઢમાં કેવો પવન ભરાય,
 
હલેસું મારુંને નાવ દોડી દોડી જાય. . .
સાગરમાં નાવ મારી. . .

ઉંચે ભૂરું આકાશ શું વિશાળ જણાય,
 
નીચે કાળા કાળા પાણી દેખ્યાં નવ જાય. . .
સાગરમાં નાવ મારી. . .

તોફાનમાં નાવ મારી ડગુમગુ થાય,
 
પ્રભુને સ્મરું તો નાવ સરરર જાય. . .
સાગરમાં નાવ મારી. . .






બાલ રમતો




રમત ૧, ટપાલ બોક્ષ

આ રમતમા 10 થી 30 બાળકો રમી શકે.વર્તુળ બનાવી વર્તુળ પર બાળકોને બેસાડવા.
બાળકો પોતાની આસપાસનાં ગામના નામ બોલશે. એ નામ યાદ રાખશે. એ રીતે બધા બાળકો બોલશે. બોલેલુ નામ ફરી વખત બીજાએ બોલવુ નહી. એક બાળક દુર જશે જે દાવ આપનાર બનશે. દાવ આપનારે રમનાર બાળકો ન દેખાય તે રીતે ઉભુ રહેવું. તથા અવાજ પણ ન સંભળાય તટલું દુર ઉભુ રહેવું.
રમતનો નયક અથવા શિક્ષક કોઈ પણ એક બાળક નું ગામ નક્કી કરશે . દા.ત. રાજપુરા તો બંધા બાળકો ખબર પડે તે રીતે જણાવશે. પણ દાવ આપનાર ને ખબર નહી પડે.
પછી તાળીઓ પાડી દાવ આપનાર ને બોલાવમાં આવશે. હવે તેને કહવામાં આવશે, કે રાજપુરા ટપાલ દઈ આવો.
દાવ આપનાર ને હવે જે બાળક રાજપુરા ગામ બોલ્યો હોય તે ની આગળ પીઠ રાખી બેસી રાજપુરા રાજપુરા એમ બે વખત બોલશે.
જો પાછળ બેઠેલા; બાળક નું ગામ રાજપુરા જ હશે તો દાવ આપનાર ની પીઠ પાછળ હળવી ટપલી મારી રાજપુરા રાજપુરા બોલી દાવ દેવા જશે.
પણ જો દાવ આપનાર તે ને બદલે ભૂલ થી અન્ય જગ્યાએ બેસશે (દા,ત,ગાંધિનગર) તો.. ગાંધિનગર વાળા બાળક દાવ આપનાર તેમના ગામનું નામ બોલશે. પછી આગળ કોઈ અન્ય બાળક પાસે જશે. આમ “રાજપુર” ગામ ને શોધી કાઢશે. આ માટે દાવ અકપનાર ને ત્રણ તક આપી શકાય. આ રમત માં રાજ્યો, જીલ્લા, દેશો કે ખંડો ના નામ રાખી શકાય છે.

રમત-૨, સફરજન ખાઉ ( ફળ ખાઉ)

આ રમત ટપાલ બોક્ષ ની જેમ જ રમાડવાની છે. ફેર એટલો કે ગામના નામની બદલે ફળોના ના રાખવાના છે.
આ વખતે દાવ આપનાર બાળક રમનારની સામે આવીને બેસશે. પોતાનો એક હાથ લાંબો કરી ને જે ફળ હોય તે ફળનુ ના બોલી દા.ત સફરજન તો સફરજન ખાઉ સફરજન ખાઉ એમ બે વખત બોલશે.
દાવ અપનાર મુઠીથી સીક્કો મારે તેમ દાવ આપનારની હથેલીમાં બે ટપલી આપશે અને પોતાના ફળનુ નામ બોલશે.
જો એજ ફળ હશેતો ફળ બોઅલનાર દાવ આપનાર બનશે. અને રમત આગળ વધેશે.
• આજ રમત પ્રાણીઓનાં નામની રાખી શકાય .


રમત 3. ટપલી દાવ.

આ રમતમા દસ, વીસ, ત્રીસ કે પચાસ સુધી બાળકો રમી શકે. બાળકોને વર્તુળમા બેસાડવા. એક બાળક દાવ આપનાર બનશે. દાવ આપનાર બાળક વર્તુળ ફરતો દોડશે, અને બેઠેલામાંથી કોઈપણ એક બાળક ની પીઠ પર હળવેથી ટપલી મારી અને ટપલી બોલી આગળ દોડવા માંડશે. હવે જેને ટપલી મળી છે તે દાવ આપનાની વિરૂધ્ધ દિશામાં દોડશે. આમ બે વ્યકિત દોડતા હશે. એક જ્ગ્યા ખાલી હશે. તેમાંથી જે પહેલા આવે તે બેસી જશે. અને બિજો દાવ આપનાર બનશે. આમ આ રમત આગલ ચાલું ચાલું રહેશે. આ રમત મેદાનમાં કે વર્ગખંડમા રમાડી શકાય છે

રમત 4. બંદુક પથ્થર 

આ રમત માં બાળકોને વર્તુળમાં બેસાડવા. એક બાળક દાવ આપનાર બનશે. રમતનાં શરતો નક્કી કરવામા આવશે. જો બંદુક એમ બોલે તો તમારે તરત જ સામે બંદુકની એકશન કરવી. જો પથ્થર તો જીલવા(કેય)ની એકશન કરવી. હવે દાવ આપનાર વર્તુળની અંદર બેઠેલા કોઈ બાળક પાસે ખુબ જ ઝડપથી બંદુક અથવા પથ્થરની એકશન કરશે. અને તરતજ સામે બેઠેલ બાળક નિયમ મુજબ પ્રતિ કિયાકરશે. જો સામે એકશન કરવામાં ભૂલ થાય તો તે બાળક દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.
આ રમતમાં બાળકને ત્વરિત નિર્ણય શક્તિ, ચપળતા, એકગ્રતા અને ઝડપ જેવા ગુણો વિકશે છે.

રમત 5. વાધ સસલુ 

બંદુક પથ્થર ની જેમજ આ રમત રમાડવાની છે. પણ વાધ વખતે જોરથી વાધનો આવજ કરી વાધની એકશન કરવી. અને સસલા વખતે માથા પર બે હાથથી સસલાની ક્રિયા કરવી. હવે દાવ આપનાર વાધની એકશન કરે ત્યારે જતું રહે જતુ રહે એવી એકશન કરવી. નક્કી કરેલ ક્રિયામાં ભૂલ તાય તો બેઠેલ બાળકમાંથી દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.
રમત 6. કટીન્ગ ધ કેક 


15 થી 50 જેટલા બાળકો આ રમત રમી શકશે. આ રમત આ ટપલી દાવની જેમ રમાડવાની છે. વર્તુળમાં બાળકો એકબીજાના હાથ પક્ડી ઉભા રાખવા. હવે બે બાળકો હાથાજોડીમાં નીકળી દાવ આપનાર બનશે. હવે જોડીના નીકળનાર બાળકો વર્તુળમાં ફરતા દોડશે. એમાંથી હાથાજોડીમાં ઉભેલા બાળકોની હાથપર (હાથ પકડેલ જગ્યા પર)હળવેથી મારશે, અને કટીન્ગ ધ કેક બોલી દોડવા માંડશે. જેની વચ્ચે કટીન્ગ ધ કેક મળી છે, તે બે બાળકો ઝડપથી દાવ આપનારની વિરૂધ દિશામાં દોડવા લાગશે. આમ બે જોડી દોડતી હશે તેમાથી જે પહેલા આવે તે વર્તુ ળમાં ઉભા રહી જશે. અને બાકી શહેલા બાળકો દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.


રમત 7 કાગળ, પથ્થર, કાતર . 


આ રમતમા 8થી 30 સુધી બાળકો રમી રમી શકે. બે ટીમ પાડવી. ટીમ પાડપા બાદ બન્ને ટીમ ના લિડરો નક્કી કરવા. બન્‍ને ‍ટિમ સામ સામે મો રહે તેમ કતારમાં ઉભા રખવા. ત્યાર બાદ રમતના નિયમો સમજાવવા. આ રમતમાં એક નાયક અથવા શિક્ષક રમાડી શક્શે. 
હવે દરેક શબ્દની એકશન સમજી લઈએ. 
a. કાગળ માટે હથેળી લાંબી કરવી.
b. પથ્‍થર માટે મુઠ્ઠીવાળી હાથ લાંબો કરવો.
c. પેલી અને બિજી આંગળી થી કાતર ની નીશાની બનાવી હાથ લાંબો કરવો.
c. આમ ત્રણેય નિશાની સમજ્યા બાદ હવે કોણ જીતી જાય તે સમજીએ. 
Ø કાગળ અને પથ્થર તો કાગળ વિજેતા 
Ø કાતર કાગળને કાપશે તો કાતર વિજેતા.
Ø પથ્થર અને કાતર તો પથ્થર વિજેતા કારણ કે પથ્થરથી કાતર ભાંગી જશે. 
આ નિયમ સમજાવ્યા બાદ, હવે બન્ને ટીમ પાછળ ફરી જશે. કેપ્ટન ખાનગીમાં પોતાની ટિમ જોઈ શકે તે રીતે પોતાની એકશન નક્કી કરશે. બીજી ટીમ પણ (કાગળ, કાતર કે પથ્થ) ની એકશન નક્કી કરશે. નાયક કે શિક્ષક સૂચના આપશે એકે.... દો..... તીન.... તીન બોલતાની સાથે જ બંન્ને ટીમ સામસામે ફરશે. અને નાક્કી કરેલ એકશન હાથ લાંબો કરી કરશે. 
જે વિજેતા થાય તેને એક ગુણ મઇશે. આ રીતે આ રમત આગળ ચાલશે.


રમત 8. મેમરી ગેમ


10 થી 35 જેટલા બાળકો આ રમત રમી શકેp. આ રમતમાં બાળકો વર્તુળમાં બસાડવા. હવે દરેક બાળક ફળનાં નામ બોલશે . દા.ત. 1 નંબર નો ખેલાડી કેરી બોલશે, તો બાજુમા બેઠેલ બીજા નંબર નો ખેલાડી કેરી બોલશે અને પોતાને બોલવાના ફળનું નામ બોલશે. દા.ત. કેળુ. એટલે કે કેરી કેળુ. હવે ત્રણ નંબર નો ખેલાડી કેરી, કેળુ, દાડમ. ચોથા નંબરનો ખેલાડી કેરી, કેળુ, દાડમ, બદામ. આમ આગળ આ રમત વધતી જાશે. શરૂઆતમાં એક બે વખત બાળકો ને આ રમત અધરી લાગશે. પણ પછી તો ખુબ જ મજા આવશે. અને ફળો ના નામ યાદ રાખી બોલવા લાગશે. અા રમતથી યાદશક્તિ, એકગ્રશક્તિ કેળવાય છે. બાળકોને ફળો નાં નામ જાણવા મળે છે. આ રમતમાં ફળો એતો માત્ર ઉદારણ જ છે, પણ શાકભાજી, પશું, પક્ષીઓ, અનાજ, કઠોળ વગેરે નાં નામો લઈ શકાય. આજ રમત અંગ્રેજી હિન્દી શબ્દોમાં પણ રમાડી શકાય


રમત 9 અગડમ બગડમ 


આ રમત વર્ગ ખંડમાં કે વર્ગ ખંડની બહાર પણ રમાડી શકાય. 10 કરતા વધારે ગમે તેટલા બાળકો આ રમત રમી શકે. આ રમત માં બાળકો વર્તુ ળમાં બેસી જશે. કોઈ એક બાળકથી ગીનતી શરૂ કરવામાં આવશે. પણ તે પહેલા એકાનો કોઈ એક પાડો નક્કી કરવામાં આવશે. દા.ત. ત્રણ એકાના પાડામા 3, 6, 9, 12, આવે ત્‍યારે અગડમ બગડમ અથવા રામ કે ગાંધીજી એમ બોલવું. શબ્દ કોઈ પણ રાખી શકાય. પછી રમત શરૂકરવી. વર્તુળ માં બેઠેલા બકળકો એક બે અગડમ ચાર.... પાંચ.... અગડમ બગડમ સાત. આમ વર્તુળમાં બેઠેલા બાળકો બેલશે. કોઈ પણ પછી ઘડીયો બદલવામાં આવશે. આમ આ રમત શરૂં રહેશે. વર્ગખંડમાં આ રમત આળકોને ગમે છે.


રમત 10 ચાલો નાટક નાટક રમીએ 


ઘણી વખત બાળકો કોઈની નકલ કરીને નાટક કરતા હોય છે. બાળકોને આ પ્રવૃતિ ગમે છે. નાટક સહજરીતે કરતા હોય છે. 
નાટક રમતા રમતા કરવાનું છે. બળકોની આસપાસની પરીસ્થિતીનો ખ્યાલ આવે છે. બાળકોની અભિવ્યકિત ખિલે છે. મૌલિકપણે અને સહજતાથી બોલે છે. બાળકને ત્‍વરિત બોલવાનું થાય છે. આથી કોઈ સંવાદો ગોખ્યા વગર જ હસી મજાકમા એક નાટકની સ્ક્રિપ તૈયાર થઈ જાય. બાળકોને વર્તુળમાં બેસાડી વર્તુળની એક બાજુ એક ખુરશી ગોઠવવી. પછી
રમત 11. રામ રાવણ : 


આ રમતમાં ગમે તેટલા બાળકો ભાગ લઈ શકે. આ રમત મેદાનમાં એક મધ્ય રેખા દોરવી. મધ્ય રેખાની બન્ને બાજુ આઠ દશ કુટના અંતરે બિજી રેખા દોરવી. જે હદ રેખા કહીશું. બે ટુકટી પાડવી. અને એક નાયક નક્કી કરવો. હવે બન્ને ટુકડી મધ્ય રેખા થી એકાદ કુટ પોતે પોતાના મેદાનમા ઉભો રહેશે. (આકૃતિમાં બતાવ્યા મુજબ ) હવે રમત શરૂ થશે. એક ટુકડી રામ બનશે અને બિજી ટુકડી રાવણ બનશે. અન્‍ય નામ પણ રાખી શકાય. કાગ કાબર. નાયક લાંબા અવાજમાં રા........ બોલશે પછી.......મ અથવા........વણ એમ બેમાંથી એક બોલશે. જો રામ બોલે તો રાવણ ટુકડી ભાગશે. અને રામ ટુકડી રાવણ ટુકડીને હદ રેખા સુધીમાં પકડવા જશે. રામ ટુકડી પકડી પાડે તો રાવણેની ટુકડીમાંથી તેટલા ખેલડી બદથશે. આ નિયમ રામની ટુકડી પણ લગું પડશે. 
આ રમતથી ત્વરિત નિર્ણયશક્તિ, ચપળતા, ઝડપ, એકાગ્રતા ખિલે છે. આવા ગુણોનો વિકાશ આવિ રમતો રમાડવાથી સહજતાથી થાય છે.


રમત 12. સંગીત – કુંડાળા


આ રમતમાં ગમે તેટલા બાળકો ભાગ લઈ સકશે. સંગીત ખુરશીની જેમ જ આ રમત રમાડવામાં આવશે. બાળકોની સંખ્યાના પ્રમાણમા કુંડાળા દોરવા. અને થાળી કે ખંજરી વગાડવા માટે શિક્ષક અથવા નાયક અવળું ફરીને ઊભો રહેશે. હવે તે થાળી વગાડશે એટલે બાળકો આકૃતિ માં બતાવેલ દોડવાની જ્ગ્યામાં દોડવા લાગશે. એકા-એક થાળી વગાડનાર બાળક થાળી વગાડવાનું બંધ કરી દેશે. એટલે બાળકો દોડીને ગમેતે કુંડાળામાં ઊભા રહી જશે. ત્યાર બાદ એક કુંડાળુ ભુસવામાં આવશે. અને ફરી થાળી વગાડવામાં આવશે. બાળકો બતાવેલ જ્ગ્યામાં દોડવા લાગશે. આમ દર વખતે એક એક કંડાળું ભુસવા માં આવશે.
આ રમતમાં ખુરશી ભેગી કરવાનીય માથાકુટ નહી. અને ગમે તેટલીસંખ્યા ભાગ લઈ શકે. આ ખુબ મજાની અને આનંદ આપનારી રમત છે

No comments:

Post a Comment